અમરેલી: યુવાનને હનીટ્રેપમાં ફસાવી યુવતીએ સોનાની ચેઇન પડાવી,પોલીસે 5 આરોપીની કરી ધરપકડ

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામના એક યુવકને સોશ્યલ મિડીયા મારફત જાળમા ફસાવી જામનગર પંથકની યુવતીએ ગોંડલ મળવા બોલાવી હનીટ્રેપમા ફસાવી

Update: 2022-12-17 12:48 GMT

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના સુર્યપ્રતાપગઢ ગામના એક યુવકને સોશ્યલ મિડીયા મારફત જાળમા ફસાવી જામનગર પંથકની યુવતીએ ગોંડલ મળવા બોલાવી હનીટ્રેપમા ફસાવી રૂપિયા 1.27 લાખની કિમતની ચેઇન પડાવી લીધાની ઘટનામા પોલીસે યુવતી તથા તેના મળતીયા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના વાડિયા તાલુકાનાં સુર્યપ્રતાપગઢમા રહેતા રોહિત પરવાડીયા નામના યુવકે તારીખ 3/12ના રોજ સવારે નવેક વાગ્યે અજાણી યુવતીએ ફોન કરી તારે મારી સાથે લગ્ન કરવા હોય તો ગોંડલ નજીક ગુંદાળા ચોકડીએ આવી જા. જેને પગલે યુવક પોતાની કાર લઇને ત્યાં ગયો હતો.યુવતીને કારમા બેસાડી દીધી હતી. થોડે દુર કાર ચલાવતા સામેથી મોટર સાયકલ પર બે શખ્સો ધસી આવ્યા હતા અને યુવકને અટકાવી આ બંને શખ્સોએ તેની ઓળખ યુવતીના ભાઇ તરીકે આપીને ધાકધમકી આપી હતી.આ દરમીયાન અન્ય એક શખ્સ પણ ત્યાં ધસી આવ્યો હતો અને ધમકાવવા લાગ્યો હતો. થોડીવાર બાદ રોહિતના ગામનો જ ધવલ રતિભાઇ ઠકકર ત્યાં આવ્યો હતો અને યુવતીના ભાઇ તરીકે આવનાર સાથે વાત કરી હતી.સમાધાન માટે અઢી લાખ આપવાનુ કહેલ જેથી યુવકે પહેરેલ 1.27 લાખની કિમતનો સોનાનો ચેઇન આપી દીધો હતો.

બાદમા આ યુવકે વડીયા પોલીસ મથકમા આ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી જામનગરના મુળીલા ગામની દર્શના ઉર્ફે નિધી પ્રકાશ વાડોદરીયા, રાજકોટના હરેશ બાબુ જોશી, કરણ બાબુ જોશી, અહેઝાદ કાસમ મીર અને યોગેશ ઉર્ફે ધવલ ઠકકરની ધરપકડ કરી હતી.

Tags:    

Similar News