દેશમાં ભાજપના સૌપ્રથમ લોકસભા સીટના ઉમેદવારની જાહેરાત, અમિત શાહ લડશે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દેશના પ્રથમ ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પર મહોર મારી છે

Update: 2024-01-23 10:01 GMT

ભારત દેશમાં ભાજપના સૌપ્રથમ લોકસભા સીટના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દેશના પ્રથમ ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પર મહોર મારી છે તેમજ તેમણે ગાંધીનગરમાં અમિત શાહના કાર્યાલયનું પણ ઉદઘાટન કર્યું છે, સાથે ગુજરાતની અન્ય 25 બેઠકના કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. ગુજરાતની 25 સીટ પર ભાજપના ઉમેદવારની જાહેરાત વગર જ લોકસભા કાર્યાલય ખોલવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. નડ્ડા ગાંધીનગર લોકસભા કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં સાથે 26 લોકસભા સીટના ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News