ભરૂચ: રૂપિયા 5ની ચલણી નોટો અને 10ના સિક્કા ન સ્વીકારનાર સામે થઈ શકે છે કાર્યવાહી

ચલણી સિક્કા અને નોટ નહિ સ્વીકારવાની સામે આવેલી બાબતોને લઈ ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. ડી. પટેલે જાહેર જનતા જોગ સૂચના જારી કરી

Update: 2021-07-04 06:41 GMT

ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં રિઝર્વ બેંકે બહાર પાડેલા ચલણી સિક્કા અને નોટ નહિ સ્વીકારવાની સામે આવેલી બાબતોને લઈ ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. ડી. પટેલે જાહેર જનતા જોગ સૂચના જારી કરી છે.

5 રૂપિયાની ચલણી નોટ તથા 10ના સિક્કાઓ ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય કરેલા હોવા છતાં સ્વીકારવાની આનાકાની કરાઈ છે. જો ભારતીય નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સહિતાની કલમ 124 A (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. જેથી ચલણી નોટો તથા સિક્કા સ્વીકારવા જાહેર જનતાને જણાવાયું છે.

ફરિયાદ કરવા માટે તમારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને જે કરન્સી સ્વીકારવાનો ઇનકાર થયો હોય તેને પોલીસને બતાવો. જેના દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હોય તેની માહિતી પોલીસને આપો. રિઝર્વ બેન્કના નિયમનો હવાલો આપો. રાજદ્રોહ કલામ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા જણાવવું. FIR કરીને તેની કોપી તમારે મેળવી લેવાની રહેશે.

Tags:    

Similar News