દાહોદ : દે.બારીયાના પેટ્રોલ પંપમાં બનેલ લૂંટના બનાવમાં મેનેજરે જ લૂંટનું કાવતરું ઘડ્યું,જાણો અનેક ચોકાવનારા ખુલાસા

દેવગઢ બારીયા ખાતે ધોળે દિવસે બનેલ લૂંટના બનાવમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે.

Update: 2022-05-18 07:39 GMT

દેવગઢ બારીયા ખાતે ધોળે દિવસે બનેલ લૂંટના બનાવમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે. પેટ્રોલ પંપના માલિકે જ સમગ્ર લૂંટની ઘટનાને આજનાં આપ્યો હોવાનું બહાર આપ્યું છે .

દેવગઢ બારીયા ખાતે ધોળે દિવસે બનેલ લૂંટના બનાવમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે. પેટ્રોલ પંપના મેનેજરે પંપની સિલ્લકમાંથી અંગત કામે વાપરી નાખેલા નાણાં ભરપાઈ ન કરી શકતા પેટ્રોલ પમ્પના કર્મચારીના નામે અન્ય વૈપારી પાસેથી ઉછીના લીધેલા રૂપિયા ચૂકવવાની તારીખ નજીક આવી જતા કેટલાક મિત્રોની મદદથી ફિલ્મી ઢબે લૂંટનો કાવતરું ઘડી જાતે જ સમગ્ર બનાવનો ડોળ ઉભો કરી સૌને ગેરમાર્ગે દોરી કાવતરું રચ્યું હતું. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ કરી વર્ણવાયેલ લૂંટના બનાવ બન્યો જ ન હોવાનું શોધી કાઢ્યું હતું. બનાવમાં મેનેજર સહીત અન્ય 5 ઈસમો મળી કુલ 6 ઈસમો સંડોવાયેલ હોવાનું ઘસ્ફોટક થતાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઇ હજી વધુ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. લૂંટમાં સંડોવાયેલ અને ઝડપાયેલ આરોપીઓ પાસેથી પોલીસે 11 લાખ ઉપરાંતની રોકડ રકમ રિકવર કરી છે.

Tags:    

Similar News