બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા...

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા,

Update: 2023-01-26 10:11 GMT

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી હાજર તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

Full View

74મો પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્ય કક્ષાના બોટાદ ખાતે શહેરના ત્રિકોણની ખોડિયાર હળદડ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતેની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત પોલીસની અલગ અલગ કેડરના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. ઉપરાંત ચેતક કમાન્ડો સાથે અશ્વ તેમજ ડોગ દ્વારા અદ્ભુત સ્ટંટ કરવામાં આવ્યા હતા. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરી દેશભક્તિની થીમ પર અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ દેશની આઝાદી સમયના સ્વતંત્ર સેનાનીઓને પણ યાદ કરવામાં આવ્યા હતા. બોટાદ ખાતે રાજ્યકક્ષાના આ પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી.

Tags:    

Similar News