ગુજરાતના અનેક ગુનામાં સંડોવાયેલ મોસ્ટ વોન્ટેડ બુટલેગર નાગદાન ગઢવી હરિયાણાથી ઝડપાયો

નાગદાન ગઢવી કે જેને હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી. નાગદાન ગઢવી એ પોતે ત્રણ મહિનાથી હરિયાણામાં રહેતો હોવાની પણ કબૂલાત કરી હતી.

Update: 2022-07-05 06:09 GMT

ગુજરાતના અનેક વિસ્તારોમાં અને જિલ્લાના વિદેશી દારૂના વેપલામાં સંડોવાયેલ અને વિવિધ પોલીસ સ્ટેશન ના ચોપડે મોસ્ટ વોન્ટેડ બુટલેગર નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી) ની હરિયાણાના ગુરૂગ્રામ ખાતેથી સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે નાગદાન ગઢવી ની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

નાગદાન ગઢવી કે જેને હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી. નાગદાન ગઢવી એ પોતે ત્રણ મહિનાથી હરિયાણામાં રહેતો હોવાની પણ કબૂલાત કરી હતી. વઢવાણમાં ટ્રક ડ્રાઈવરની નોકરી કરતા કરતા નાગદાન દારૂનો સપ્લાય બન્યો હતો.નાગદાન વર્ષ 2017 થી ફરાર હતો અને તે છેલ્લા 3 મહિનાથી હરિયાણામાં રહેતો હતો. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે નાગદાન ગઢવી ની હરિયાણાના ગુરુગ્રામ ખાતે વૈભવી ફ્લેટમાંથી ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે, નાગદાન વિરુદ્ધ દારૂની હેરાફેરીના 40થી વધુ ગુના નોંધાયા છે.નાગદાન ગઢવી હરિયાણાથી ગુજરાતમાં દારૂનું નેટવર્ક સંભાળતો.એક ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે ગુરૂગ્રામ ખાતે સેકટર 104 ના પુરી એમરલ્ડ બેય.ફલેટમાંથી નાગદાન ગઢવી ને ઝડપી પાડયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અને ટીમને બાતમી મળી હતી કે, 'નાગદાન ગઢવી હરિયાણાના ગુરૂગ્રામ ખાતે છે અને ત્યારબાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું નાગદાન ગઢવી કણભા પોલીસને સોંપવામાં આવ્યો છે 

Tags:    

Similar News