રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનુ જોર ઘટશે, 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 સુધીમાં તાપમાનમાં વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકાશે

Update: 2024-02-02 16:10 GMT

રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. આગાહી મુજબ ગુજરાતીઓને હવે ઠંડીના ચમકારાથી રાહત મળશે તેમજ સામાન્ય ગરમીનો પણ અનુભવ થશે. હવે રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉંચકાશે તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનુ જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આગામી 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની શક્યતાઓ છે. આપને જણાવીએ કે, અમદાવાદમાં મહત્તમ 17 અને ગાંધીનગરમાં મહત્તમ 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વહેલી સવારે સામાન્ય ઠંડીની અને બપોરે ગરમીની અસર રહેવાની સંભાવનાઓ છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 સુધીમાં તાપમાનમાં વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકાશે. જો કે, અત્યારે પણ સામાન્ય રીત વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અટલે કે, થોડા દિવસો સુધીમાં શિયાળો વિદાય લેશે તેવા હવેથી અણસાર જોવા મળી રહ્યાં છે.

Tags:    

Similar News