જામનગર : PM મોદી સાથે પંજાબમાં થયેલ દુર્વ્યવહારના વિરોધમાં BJPના કાર્યકરોએ પહેર્યું કાળું માસ્ક

જામનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા કાળા માસ્ક પહેરી મૌન ધારણ કરી ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Update: 2022-01-09 11:56 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પંજાબમાં થયેલા દુર્વ્યવહારના વિરોધમાં જામનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા કાળા માસ્ક પહેરી મૌન ધારણ કરી ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પંજાબમાં ફિરોજપુર જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકી તેમની સુરક્ષા સાથે ચેડાં કરાતા દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા શહેરના ચાંદીબજાર સ્થિત ગાંધીજીની પ્રતિમા નજીક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કાળા માસ્ક પહેરી, મૌન ધારણ કરી ધરણાં યોજવામાં આવ્યા હતા. વિરોધ કાર્યક્રમ દરમ્યાન સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, મુકેશ દાસાણિ, મહામંત્રી પ્રકાશ બાંભણીયા સહિત કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News