ખેડા :પોલીસ સ્ટેશનમાં આગનું 'તાંડવ', 25થી વધુ વાહનો આગની જ્વાળામાં બળીને ખાક

ખેડા ટાઉન પોલીસ મથકમાં પાર્ક કરાયેલ વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.

Update: 2021-11-07 08:57 GMT

ખેડા ટાઉન પોલીસ મથકમાં પાર્ક કરાયેલ વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. એક પછી એક 25 જેટલા વાહનો આગની જ્વાળાઓમાં સ્વાહા થઈ ગયા હતા

Full View

ખેડા ટાઉન પોલીસ મથકમાં પાર્ક કરાયેલ વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. એક પછી એક 25 જેટલા વાહનો આગની જ્વાળાઓમાં સ્વાહા થઈ ગયા હતા

રાજ્યમાં દિવાળીના માહોલમાં ફટાકડાના કારણે કે પછી અન્ય કારણોસર આગજનીના ખૂબ બનાવો સામે આવ્યા છે. દરેક શહેરમાં નાના મોટા બનાવો સામે આવી રહ્યા છે તેવામાં ગઈકાલે ખેડા ટાઉન પોલીસ મથકમાં આગ લાગી હતી. આગનું કારણ સામે આવ્યું નથી પરંતુ આ આગમાં પોલીસ સ્ટેશનમાં ગુનામાં જપ્ત કરાયેલા વાહનો ઝપટમાં આવી ગયા હતા.આ આગમાં જાનહાનિના કોઈ અહેવાલો નથી એટલે સામાન્ય રીતે ફાયરબ્રિગેડ માટે રેસ્ક્યૂની કામગીરી નહોતી. જોકે, આગ વાહનોમાં પ્રસરાઈ ગઈ હોવાથી તેના પર સતત વોટર કેનનનો મારો ચલાવતા હોવા છતાં આગને કાબૂમાં રાખી શકાઈ નહોતી. આગમાં એક પછી એક વાહનો ઝપટમાં આવતા ફાયર બ્રિગેડને દોઢ઼ કલાકની જહેમત કરવી પડી હતી. દોઢ કલાકના અંતે આ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.ખેડા ટાઉન પોલીસ મથકના પાર્કિંગમાં મૂકેલા આ તમામ વાહનો ગુનામાં જપ્ત કરાયેલા હતા. નડિયાદ ફાયર બ્રિગેડના આ કાફલાએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં 25 જેટલા વાહનો આગની જ્વાળાઓમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ તો પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.

Tags:    

Similar News