નવસારી : જર્જરીત ઈમારતની ગેલેરી તૂટી પડતાં 40 વર્ષીય મહિલાનું મોત, પરિવારમાં શોક...

દરેક શહેરની પોતાની ઓળખ હોય છે, જેમા જુનવાણા શહેરની કંઈક આગવી વિશેષતા હોય છે.

Update: 2023-11-07 10:24 GMT

દરેક શહેરની પોતાની ઓળખ હોય છે, જેમા જુનવાણા શહેરની કંઈક આગવી વિશેષતા હોય છે. પરંતુ નવસારી શહેર જુનવાણુ હોવાની નામના મેળવી ચૂક્યું છે. જાહેર રસ્તાઓ પર જુની ખખડધજ ઈમારતોના કારણે જોખમી શહેરની સ્થિતિમાં આવી ગઈ છે, જેમાં એક મહિલાનું મોત થતાં હવે પાલિકા સામે સવાલો ઉઠ્યા છે.

ચોમાસામાં ફૂંકાતા તેજ પવન અને મુશળધાર વરસાદથી થતી મકાન હોનારતોની આકસ્મિક ઘટનાથી જાનહાનિ અને નુકસાની થતી હોય છે. જેને અટકાવવા માટે પાલિકા પ્રિમોન્સૂન કામગીરીમાં આવી ઇમારતોને આઇડેન્ટીફાઈ કરી નોટિસ ફટકારવામાં આવે છે. પરંતુ એ નોટિસો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી, ત્યારે નવસારી શહેરમાં આવેલા કમેલા રોડ વિસ્તારમાં 45 વર્ષ જૂની ઈમારતની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતા એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોખંડવાલા કોમ્પ્લેક્સ નામની ઇમારતને વારંવાર નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. પરંતુ સ્થાનિકોની બેકાળજીના કારણે ઇમારતની મરામદ ન કરવાતા મોટી હોનારત સર્જાય છે.

જોકે, નવસારી શહેરમાં અગાઉ પણ જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પરંતુ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પરથી બોધપાઠ ન લેતા શાસકો માત્ર નોટિસો ફટકારી સંતોષ માની રહ્યા છે, ત્યારે આવી ઇમારતો સ્થાનિકો માટે જોખમી સાબિત થઈ શકે છે. નવસારીમાં તાજું જ ઉદાહરણ બન્યું છે, જેના ઉપરથી નગરપાલિકાએ હવે આવી ઇમારતોને માત્ર નોટિસો ફટકારી સંતોષ માનવો જોઈએ કે, કોઈ નક્કર કામગીરી કરવી જોઈએ..! તે દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે. તો બીજી તરફ, પાલિકા તંત્ર આવા મિલકત ધારકો ઉપર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News