નવસારી: વિજકંપનીની બેદરકારીના કારણે 24 કલાક સુધી 40 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા,જુઓ શું છે મામલો

બીલીમોરાના પશ્ચિમમાં છેલ્લા 24 કલાકથી લોકો વીજળી વગર અકળાતા ગત રાત્રે સ્થાનિકોએ DGVCLની કચેરીએ પહોંચી પથ્થરમારાનો પ્રયાસ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

Update: 2022-04-23 10:30 GMT

નવસારી જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને આંબી ગયો છે ત્યારે બીલીમોરાના પશ્ચિમમાં છેલ્લા 24 કલાકથી લોકો વીજળી વગર અકળાતા ગત રાત્રે સ્થાનિકોએ DGVCLની કચેરીએ પહોંચી પથ્થરમારાનો પ્રયાસ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક મહિનાનું બિલ ભરવાનું બાકી હોય તો વીજ કનેકશન કાપવા માટે સ્ટાફ લોકોના ઘરે દોડી જતો હોય છે ત્યારે 40 ડિગ્રી તાપમાન ધરાવતા બીલીમોરાના પશ્ચિમ વિસ્તારના લોકો વીજળી વગર અકડાઈ રહ્યા છે પરંતુ 24 કલાક વીતવા છતાં વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓને શોધવાના ફાંફા પડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નાંખવમાં આવેલી ભૂગર્ભ એચ.ટી. કેબલમાં ફોલ્ટ સર્જાતાં પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોટકાયો હતો. જેના પગલે 24 કલાક લોકોએ વીજળી વિના વિતાવી પડી છે. ગત રાત્રે વીજ કચેરીમાંથી યોગ્ય જવાબ નહીં મળતા લોકટોળું વીજ કચેરીએ ધસી ગયું હતું અને પત્થરમારો થયો હતો.

પોલીસે ટોળાને ખસેડવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો લોકોની ધીરજ ખૂટતા લોકો ત્યાં ભેગા થયા હતા અને અધિકારીઓએ અને મેઈન્ટેનન્સ સ્ટાફ મોડે મોડે ક્ષતિગ્રસ્ત લાઇનને બાયપાસ કરીને બીજા ટ્રાન્સફોર્મર ઉપર ડાયવર્ટ કરીને મળસ્કે 4.30 કલાક વીજપુરવઠો પૂર્વવત કરવા પ્રયત્ન કર્યો હતો. તે ટ્રાન્સફોર્મર ઉપર વધુ વીજભાર આવતા આજે સવારે 9 કલાકે ફરી પાવર સપ્લાય ખોટકાયો હતો. આતલીયા સબ સ્ટેશનમાંથી ફોલ્ટ શોધવા માટે ૧૦ ટીમો કાર્યરત કરવામાં આવી છે જો કે અધિકારીઓ વીજ કનેક્શન વહેલી તકે શરૂ કરવા હૈયાધારણા આપી રહ્યા છે. 

Tags:    

Similar News