ગુજરાતભરના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના કારણે NDRFની ટીમ કરાઈ તૈનાત

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Update: 2022-07-03 10:25 GMT

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વડોદરા હેડક્વાટરથી એનડીઆરએફની પાંચ ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઇ તંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ NDRFની ટીમ અલગ અલગ જિલ્લાઓમાં મોકલાઇ છે. વડોદરા હેડકવાર્ટરથી NDRF ની પાંચ ટીમ રવાના કરવામાં આવી છે.સુરતમાં NDRFની 1-1 ટીમ રવાના કરી દેવાઈ છે. તો સવારે NDRF ની ત્રણ ટીમ રાજકોટ, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં એક ટુકડી મોકલી દેવામાં આવી છે. NDRF અધિકારી દ્વારા ટીમોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઇ ચૂક્યો છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags:    

Similar News