તાપી : "ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત" અંતર્ગત યોજાયેલ સાયક્લોથોનમાં 3700થી વધુ સાઈકલવીરોએ ભાગ લીધો.

તાપી જિલ્લામાં “ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત” અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2021-12-26 08:21 GMT

તાપી જિલ્લામાં "ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત" અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સાયક્લોથોનમાં 3700થી વધુ સાઈકલવીરોએ ભાગ લીધો હતો.

રાજ્યના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે અને તેઓની શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે હેતુથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણીના ઉપલક્ષમાં રાજ્યકક્ષાએથી 'ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત" અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ ચલન થકી બીનચેપી રોગથી મુક્તિ મળે તે અન્વયે વહેલી સવારે તાપી જિલ્લા સેવા સદન ખાતેથી છીંડિયા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી સાયક્લોથોન યોજાય હતી. આ સાયક્લોથોનમાં 3700થી વધુ સાઈકલવીરો સાથે જિલ્લા વિકાસ અધિકારીએ પણ આશરે 10 કિલોમીટર સુધી સાઇકલ ચલાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. "ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત"ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાના પ્રયાસને નગરજનોએ બિરદાવ્યો હતો.

Tags:    

Similar News