વડોદરા : નંદેસરીની દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ, ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા

નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ દિપક નાઇટ્રેટ કંપનીમાં ફાટી નીકળતા લોકોમાં દોડધામ આગને કાબુમાં લેવા 15 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે

Update: 2022-06-02 14:23 GMT

વડોદરા શહેરના નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં સાંજના સમયે અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં કામગીરી દરમિયાન એક પ્લાન્ટનું બોઇલર આરટીઓ હતું. જેના કારણે એક બાદ એક 8 ધડાકા થયા હતા. જોકે, આ ધડાકા આજુબાજુના વિસ્તારમાં સાંભળવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભારે ધડાકા સાથે લાગેલી ભીષણ આગના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ આગ એટલી ભીષણ હતી કે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આગ કાબુમાં આવે તેવી શક્યતા નહીં જણાતા વડોદરા ફાયરબ્રિગેડ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. એક સાથે 15 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે ધસી જઈ આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાય છે કે, કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આગ કાબુમાં આવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવે તેવી શક્યતા વર્તાય રહી છે.

Tags:    

Similar News