જવાદ ચક્રવાતનો ખતરો: ઓડિશા-આંધ્રપ્રદેશમાં સંભવિત વાવાંઝોડાંના પગલે એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે.

Update: 2021-12-01 07:23 GMT

બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે. હકીકતમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સંરચના વિકસિત થઈ રહી છે, જે ચાર ડિસેમ્બર એટલે કે શનિવારની આસપાસ આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. આને કારણે જે વાવાઝોડું સર્જાશે, જેને જવાદ (JAWAD) નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જવાદ શનિવાર સુધી આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારાને અથડાશે.બંગાળની ખાડીમાં શરૂ થયેલી આ હલચલને કારણે હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

એ સિવાય હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે થાઈલેન્ડ અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે સાડાઆઠ વાગે ઓછું પ્રેશર ઊભું થયું છે. આ પ્રેશર આગામી 12 કલાકમાં આંદામાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી એ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને બે ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ અને નજીકની બંગાળની ખાડીના મધ્ય સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી ચાર ડિસેમ્બર શનિવારે સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અથડાવાની શક્યતા છે. આ ઓછા પ્રેશરને કારણે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. એક ડિસેમ્બરે ગુજરાતમાં, ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે બીજી ડિસેમ્બરે ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.

Tags:    

Similar News