કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે પી.એમ.મોદી સાથે કરી બેઠક,વાંચો શું થઈ ચર્ચા

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, શાહે અહીં ગુપ્તચર બ્યુરો (IB) મુખ્યાલયમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ’ના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી

Update: 2021-10-19 09:55 GMT

પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ બેઠક દેશભરના પોલીસ વડાઓ સાથેની બેઠક બાદ થઈ રહી છે. અમિત શાહે સોમવારે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ સાથેની બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં નાગરિકોની હત્યા સહિત સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, શાહે અહીં ગુપ્તચર બ્યુરો (IB) મુખ્યાલયમાં 'રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ'ના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતીઅને આ સંદર્ભે વિગતવાર ચર્ચા કરી હતી. સોમવારે યોજાયેલી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) ના વડાઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં વિવિધ આંતરિક સુરક્ષા પડકારોની ચર્ચા કરવામાં આવી હતી અને તેનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં દેશની સુરક્ષા સ્થિતિ અને કાશ્મીરમાં નાગરિકોને નિશાન બનાવવાની તાજેતરની ઘટનાઓ સહિત વિવિધ કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 24 ઓક્ટોબરે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરશે. ગૃહમંત્રીની આ રેલી બંધારણની કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને રદ્દ કર્યા બાદ પ્રથમ રેલી હશે. તાજેતરમાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ અને બહારના લોકોની હત્યાના કેસો વચ્ચે અમિત શાહની રેલીને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. રેલીની માહિતી ભાજપના જમ્મુ -કાશ્મીર એકમના પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આપી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી 24 ઓક્ટોબરે જમ્મુમાં એક વિશાળ રેલીને સંબોધિત કરશે.

Tags:    

Similar News