ઝઘડિયાઃ રાતનપુર નજીક રસ્તા ઉપરથી 6 ફૂટ લાંબો મગર ઝડપાયો

Update: 2018-09-21 11:57 GMT

જીવદયા પ્રેમીની ટીમ અને વન વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયો

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="66213,66214,66215,66216,66217,66218,66219"]

ઝઘડિયા તાલુકાનાં વાઘપરા-રાતનપુર વચ્ચે રસ્તા ઉપર મગરે દેખા દેતાં રાહદારીએ વન વિભાગમાં જાણ કરી હતી. જ્યારે વન વિભાગે અંકલેશ્વર તેમજ ઝઘડિયાના જીવ દયા પ્રેમી આ બાબતની જાણ કરાતાં તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જીવદયાપ્રેમી અરવિંદ વસાવા, કમલેશ વસાવા, સુનિલ પરમાર , સંજય પટેલ, હિતેશ પટેલની ટીમ દ્વારા સ્થળ ઉપરથી મગરનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. તેમની સાથે વન વિભાગના આરએફઓ તડવી તેમજ રાઉન્ડ ફોરેસ્ટર મહેશ તડવી પણ ત્યાં હાજર હતા. ટીમ દ્વારા મગરને પકડતાં તેની લંબાઈ 6 ફુટ અને વજન 50 કિલો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News