રાજકોટ : સૌરાષ્ટ્ર બન્યું નશાના કાળા કારોબારનું હબ, ૧૭ વર્ષ બાદ ધોરાજી પોલીસે નોંધ્યો NDPSનો ગુન્હો

Update: 2019-07-08 09:17 GMT

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર નશાના કાળા કારોબરનું હબ બનતું જઇ રહ્યું છે. તાજેતરમાં જ રાજકોટના કુવાડવા પોલીસે ૨૦ કિલો ગાંજાના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે રાજકોટગ્રામ્ય વિસ્તારની ધોરાજી પોલીસ દ્વારા બહારપુરામાંથી ૩ કિલો ગાંજો પકડી પાડવામા આવ્યો હતો. પોલીસે આ સમગ્ર જથ્થો ધોરાજીના બહારપુરાના પાંચ પીરની વાડીમાંથી પકડી પાડ્યો હતો. તો સાથે જ રાબીયા ઇમરાન ગરાના નામની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, ધોરાજી પોલીસ દ્વારા NDPS હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ધોરાજીમાં NDPS હેઠળ વર્ષ ૨૦૦૨માં છેલ્લો કેસ નોંધાયેલ હતો. ત્યારે આમ ૧૭ વર્ષ બાદ ધોરાજી પોલીસ દ્વારા બીજો કેસ નોંધવામાં આવ્યો હતો.

Tags:    

Similar News