ICC U-19 World Cup : બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી

ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

Update: 2022-01-30 04:54 GMT

ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. શનિવારે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતમાં તેના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી જેમણે શાનદાર બોલિંગના દમ પર બાંગ્લા ટાઈગર્સને મોટો ટાર્ગેટ બનાવવા દીધો નહોતો.

બુધવારે સેમિફાઇનલ મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ એન્ટીગુઆના આ કુલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમે મજબૂત પાકિસ્તાનના પડકારને તોડી પાડ્યો હતો. આવી સ્થિતિમાં સેમિફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે.

Tags:    

Similar News