South Africa Tour of India : દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે સ્થળની જાહેરાત, જાણો શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે યોજાનારી T20I શ્રેણી માટે સ્થળની જાહેરાત કરી છે.

Update: 2022-04-24 12:11 GMT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે યોજાનારી T20I શ્રેણી માટે સ્થળની જાહેરાત કરી છે. આફ્રિકન ટીમ આ વર્ષે જૂનમાં પાંચ T20 ઈન્ટરનેશનલ મેચ માટે ભારતનો પ્રવાસ કરવાની છે. BCCIએ એક પ્રેસ રિલીઝ દ્વારા શેડ્યૂલની જાણકારી આપી છે. T20 શ્રેણીની શરૂઆત 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ આગામી ત્રણ મેચ કટક, વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં યોજાશે. સિરીઝની છેલ્લી મેચ 19 જૂને એમ ચિન્નાસ્વામી, બેંગ્લોરમાં રમાશે.

પાંચ મેચની T20 શ્રેણીનું શેડ્યૂલ:

  • 09 જૂન 1લી T20 દિલ્હી
  • 12મી જૂન 2જી ટી20 કટક
  • 14 જૂન 3જી T20 વિશાખાપટ્ટનમ
  • 17મી જૂન 4થી T20 રાજકોટ
  • 19મી જૂન 5મી T20 બેંગલુરુ
Tags:    

Similar News