સુરત : દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે યુવાન ઝડપાયો

Update: 2021-01-17 11:56 GMT

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દેશી બનાવટી પિસ્તોલ 2 જીવતા કારતુસ  સાથે બાતમીના આધારે ભાઠેના વાડીવાલબાવની દરગાહ રોડ પાસેથી એક આરોપીઓને ઝડપી પાડયો છે

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દેશી બનાવટી પિસ્તોલ, 2 જીવતા કારતુસ  સાથે એક આરોપીની ધરપકડ કરી છે  શહેરના સલાબતપુરા ખાતે આવેલ ઉમરવાળા ચીમની ટેકરા સલીમ નગર ઝુપડપટ્ટીમાં રહેતો 26 વર્ષીય રિઝવાન કલંદર શેખ હથિયારો રાખતો હોવાની બાતમી પોલીસને મળતાં તેની ધરપકડ કરાઇ હતી.


આરોપી રિઝવાન મૂળ મહારાષ્ટ્રના ધૂલીયા જિલ્લાના શિંદખેડાનો વતની છે અને  પ્લાસ્ટિકના વ્યાપાર સાથે સંકળાયેલ છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા 20, 000 કિંમતની એક દેશી હાથ બનાવટના પિસ્ટલ, 2 નંગ કારતુસ  મળી રૂપિયા 20,200ની મુદ્દામાલ કબજે લીધો છે. આરોપીઓ પાસેથી હથિયાર કોની પાસેથી આવ્યાં અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તેની માહિતી પોલીસ મેળવી રહી છે. 

Tags:    

Similar News