સુરત : લિંબાયતમાં પુત્રએ કર્યો પિતા ઉપર ચપ્પુથી હુમલો, કારણ જાણી આપ પણ ચોંકી ઊઠશો..!

Update: 2020-10-24 12:19 GMT

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આધેડ પિતાએ પુત્રને પબજી ગેમ રમવા માટે પૈસા ન આપતા પુત્રએ પિતા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ પિતાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં મનપા સંચાલિત સ્કૂલ સામે આવેલ જવાહરનગરમાં 52 વર્ષીય ભાઈલાલ માળી, પત્ની દરિયાબેન અને 2 પુત્ર અનિલ અને ઉમેશ સાથે રહે છે. જોકે ભાઈલાલ માળી ડ્રાઈવર તરીકે કામ કરે છે, જ્યારે તેઓ ફરજ પરથી ઘરે પર આવ્યા તે દરમ્યાન તેમના પુત્ર ઉમેશે પિતા ભાઈલાલ માળી પાસેથી પબજી ગેમ રમવા માટે 500 રૂપિયા માંગ્યા હતા. પિતાએ રૂપિયા આપવાની ના પાડતા ઉમેશે ઝગડો કર્યો હતો. ઝગડામાં ઉમેશે ઉશ્કેરાઈ જઈ ચપ્પુ વડે હુમલો કરી પોતાના પિતાને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી, ત્યારે ગંભીર ઇજાના પગલે પિતાને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે પિતાએ પુત્ર વિરૂધ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે હાલ તો પોલીસ દ્વારા પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News