વડોદરાઃ ટ્રેલર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર કેબીનમાં ઘુસ્યુ

Update: 2018-09-23 11:40 GMT

જામ્બુવા ગામ નજીક મહાસાગાર હોટલ પાસે બનેલ બનાવ

વડોદરા નેશનલ હાઈવે 8 પર ટ્રેલર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં આવેલા કેબીનમાં ઘુસી જતા કેબીનમાં બેસેલા રાહદારીઓમાં અફરા તરફી મચી જવા પામી હતી. સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નેશનલ હાઈવે નંબર 8 પરથી ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો. હાઈવે પરથી ટ્રેલર ચાલક ટ્રેલર લઈ પસાર થઈ રહ્યો હતો. દરિમયાન જામ્બુવા ગામ નજીક આવેલા મહાસાગર હોટલ પાસે પહોંચતાની સાથે ટ્રેલર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાની સાથે ટ્રેલર રોડની બાજુમાં આવેલ કેબીનમાં ઘુસી ગયુ હતું અને કેબીમાં બેસેલા રાહદારીઓમાં અફરા તરફીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતના આ બનાવ અંગે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Tags:    

Similar News