વડોદરા : નર્મદા નદીમાં ભારે પૂરના કારણે માલસર ગામના 40 પશુઓ તણાયા, ખેતી પાક થયો સંપૂર્ણપણે નાશ....

માલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી.

Update: 2023-09-21 08:04 GMT

લોકમાતા નર્મદામાં આવેલા પૂરના પાણી ઓસરયા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે વડોદરાના શિનોર તાલુકાના માલસર ગામના કાંઠા વિસ્તારમાં 40 જેટલા પશુઓ તણાઇ ગયા હતા. જ્યારે 20 જેટલી ગાયોને જીવના જોખમે બચાવી લેવામાં આવી હતી.

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. આમ છતાં, શિનોર તાલુકાના માલસર ગામના કાંઠા વિસ્તારમાં આવેલા તબેલાઓમાં પૂરના પાણી ઘૂસી જતાં 40 જેટલા પશુઓ મોતને ભેટ્યા હતા. જોકે, 20 જેટલી ગાયોને પશુપાલકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવી લીધા હતા. નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીમાં લોકો બચી ગયા છે. પરંતુ, તેઓના માલ-મિલકત તેમજ ખેતીને ભારે નુકશાન પહોંચ્યું છે. લોકો પાણી ઓસરતા પોતાના ઘરોમાં પરત તો ફર્યા છે. પરંતુ, ચુલો સળગાવી શકે તેવી સ્થિતી રહી નથી. તમામ ઘરવખરી સામાન પૂરના પાણીમાં તણાઇ ગયો હોવાના વિડીયો સામે આવ્યા છે.

નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે ફસાયેલા લોકોની મદદએ આવેલી એનડીઆરએફની એક ટીમ ગુવારગામ પાસે ફસાઈ જતા આ ટીમનું વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં છોડવામાં આવેલા 19 લાખ ક્યુસેક પાણીને કારણે ઘોડાપૂર આવતા અનેક ગામોમાં તબાહી મચી હતી. જેને કારણે ફસાયેલા લોકોને બચાવવા એનડીઆરએફ, એસડીઆરએફ અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. દરમિયાન રામાનંદ આશ્રમ અને ગુવારગામ વચ્ચે એનડીઆરએફની એક ટીમ રેસ્ક્યુ માટે પહોંચી ત્યારે બોટ પંચર થઈ જતા સાત જવાનો સુરક્ષિત રીતે રામનાથ આશ્રમ સુધી પહોંચ્યા હતા. નજીકમાં જ વડોદરા ફાયરની ટીમ કામ કરી રહી હોવાથી એનડીઆરએફની ટીમે તેઓની મદદ માગી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ફસાયેલો લોકોની સાથે એનડીઆરએફના 

Tags:    

Similar News