Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેર પોલીસે દોઢ લાખ ઉપરાંતનો વિદેશી અને દેશી દારૂ ઝડપી બે મહિલાની કરી અટકાયત!

અંકલેશ્વર શહેર પોલીસે દોઢ લાખ ઉપરાંતનો વિદેશી અને દેશી દારૂ ઝડપી બે મહિલાની કરી અટકાયત!
X

સુરવાડી અને તાડફળીયામાં વિદેશીદારૂનો વેપલો કરતી મહિલાની ધરપકડ

વડોદરા રેંજ પોલીસ મહાનિરીક્ષક અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ભરૂચ જિલ્લામાં દારૂની બદ્દીને દુર કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂના વેપલો કરતી બે મહિલા બૂટલેગરને ઝડપી પાડી આગળની કાયર્વાહી હાથ ધરી છે. તેમજ દેશીદારૂનો વેપલો કરતા પાંચ બૂટલેગરો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં.

પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી અનુસાર સુરવાડી ગામના રેખાબેન જીતુભાઈ વસાવા વિદેશી દારૂનો હેરકાયદેસર વેપલો કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે નાની સુરવાડીના સુરેશ્વર મહાદેવ મંદિર પાસે શેરડીના ખેતરમાં સંતાડેલ વિદેશીદારૂની ૨૮૮ નંગ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૨૮,૮૦૦નો મુદ્દામાલ જપ્ત તેમજ બૂટલેગર રેખાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="60058,60059,60061"]

વિદેશી દારૂ ઝડપાવાના બીજા બનાવમાં અંકલેશ્વર શહેરના તાડ ફળીયામાં રહેતી નાઝીમા મીરજા વિદેશીદારૂનો વેપલો કરતી હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દોડી જઈ ઘરમાંથી ૧૨૦ નંગ બોટલની કિંમત રૂપિયા૧૯,૦૦૦નો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલા બૂટલેગર નાઝીમા મીરજાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરની ઝડપાયેલ બંન્ને મહિલા બૂટલેગરોની ઝડપી પાડી પોલીસે તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ ખાસ ઝુંબેશ દરમિયાન અમ્રતપુરા ગામની સીમમાં દેશીદારૂની હાટડી ચાલતી હોય તેમ દેશી દારૂનો વેપલો કરતા બૂટલેગરોમાં ફફડાટ સાથે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે અમ્રતપરાના કીશન ઠાકોર વસાવાને દેશીદારૂ ૧૨૮ લીટર કિંમત રૂપિયા ૫,૬૬૦, વોશ ૭૦૦૦લીટર કિંમત રૂપિયા ૧૪,૦૦૦, બે ઘાતુના થાળ કિંમત રૂપિયા ૪૦૦ મળી કુલ રૂપિયા ૧૬,૯૬૦ કિંમતનો જપ્ત કર્યો હતો.

બીજા દેશી દારૂના બૂટલેગર નરેશ પાચીયા વસાવાને ત્યાંથી ૧૧૫ લીટર કિંમત રૂપિયા ૨,૩૦૦, વોશ ૬,૮૦૦લીટર કિંમત રૂપિયા ૧૩,૬૦૦, ૧ ઘાતુના થાળ કિંમત રૂપિયા ૨૦૦ મળી કુલ રૂપિયા ૧૬,૧૦૦ કિંમતનો જપ્ત કર્યો હતો.

ત્રીજા બનાવમાં મહેશ બાલુ વસાવાને ત્યાંથી ૯૫ લીટર દેશીદારૂ કિંમત રૂપિયા ૧,૯૦૦વોશ ૭૮૦૦લીટર કિંમત રૂપિયા ૧૫,૬૦૦, ૧ ઘાતુના થાળ કિંમત રૂપિયા ૨૦૦ મળી કુલ રૂપિયા ૧૭,૭૦૦ કિંમતનો ઝડપી પાડયો હતો.

ચોથો બૂટલેગર રાજુ દેવજી વસાવાની ભઠ્ઠી પરથી ૧૨૦ લીટર દેશીદારૂ કિંમત રૂપિયા ૨,૪૦૦, વોશ ૮,૨૦૦લીટર કિંમત રૂપિયા ૧૬,૪૦૦, બે ઘાતુના થાળ કિંમત રૂપિયા ૪૦૦ મળી કુલ રૂપિયા ૧૯,૦૦૦ કિંમતનો મળ્યો હતો. તેમજ પાંચમાં બૂટલેગર અશોક બાજીરાવ વસાવાને દરોડોને દરોડો પાડી ૯૮ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૧૯૬૦, વોશ ૮૦૦૦લીટર કિંમત રૂપિયા ૧૬,૦૦૦, બે ઘાતુના થાળ કિંમત રૂપિયા ૪૦૦ મળી કુલ રૂપિયા ૧૮,૧૬૦ કિંમતનો ઝડપી પાડયો હતો. પોલીસે દેશીદારૂની આ તમામ ભઠ્ઠી પરથી કુલ દેસી દારૂ કિંમત ૮૭,૯૨૦નો ઝડપી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે, છાપા દરમિયાન પાંચેવ દેશીદારૂનો વેપલો કરતા બૂટલેગરો પોલીસની ખાસ ઝુંબેશની માહિતી મળતા જ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં. દેશીદારૂની દરેક સ્થળ પરથી પકડાયેલ વોશનો પોલીસે સ્થળ પર જ નિકાલ કર્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસની આ ખાસ ઝુંબેશમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી વિદેશી તેમજ દેશીદારૂનો વેપલો કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

Next Story