Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : બાકરોલ ગામનું તળાવ તૂટ્યું એ એક અફવા છે

અંકલેશ્વર : બાકરોલ ગામનું તળાવ તૂટ્યું એ એક અફવા છે
X

ભરૂચના અંકલેશ્વરમાં સતત બે દિવસથી વરસી રહેલ વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા, સાથે જળાશયોના જળ સ્તર પણ વધવા લાગ્યા હતા જો કે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ આમલા ખાડીમાં પાણી વધતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા., અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જતા તંત્ર પણ સજાક બન્યું હતું, બીજીબાજુ બાકરોલ ગામમાં આવેલ તળાવ તૂટવાના પણ સમાચારથી સ્થાનિકો ભયભીત થયા છે.

અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરી કહ્યું હતું કે "બાકરોલ ગામના તળાવ તૂટવાના જે સમાચાર છે તે એક અફવા છે અમે આજે બાકરોલ ગામના તળાવનું નિરીક્ષણ કર્યું છે તે ભયજનક સપાટીથી ઉપરથી છે અને પાણીની આવક હજુ ચાલુ જ છે આ અંગે અમે તલાટી અને સરપંચને એલર્ટ જાહેર કર્યું છે અને જો આ પાણી આમલા ખાડીમા આવશે તો આસપાસના વિસ્તારને સાવચેત રહેવા પણ જણાવીએ છીએ, જો કે બાકરોલ તળાવ ફાટવાની કે તૂટવાની કોઈ ઘટના હાલ બની નથી, વધુમાં તળાવ તરફ આવતું પાણી બીજી બાજુ ડાઇવર્ટ કર્યું છે આથી કોઈ અફવામાં આવી ચિંતિત ના થાય"

Next Story