Connect Gujarat
ગુજરાત

બેંકોની સુરક્ષા મુદ્દે મેનેજરો સાથે અંકલેશ્વર પોલીસે યોજી એક બેઠક!

બેંકોની સુરક્ષા મુદ્દે મેનેજરો સાથે અંકલેશ્વર પોલીસે યોજી એક બેઠક!
X

બેઠકમાં સિક્યુરીટી ગાર્ડ સહિત સીસીટીવી કેમેરા મુકવા બેંકોને કરાઇ તાકીદ

અંકલેશ્વર શહેર પોલીસમથકે સ્થાનિક રાષ્ટ્રીય તેમજ ખાનગી બેંકના બ્રાન્ચ મેનેજરો સાથે પોલોસ તંત્ર દ્વારા બેઠક યોજી બેંક સંકુલની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ.એ.ઝાલા,ના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ મથક ખાતે ઇન્ચાર્જ PI આર.કે.ધૂળિયાની અધ્યક્ષતા હેઠળ સ્થાનિક રાષ્ટ્રીય તેમજ ખાનગી બેંકના બ્રાન્ચ મેનેજરો અને બેન્કના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠેકમાં સ્થાનિક અંદાજે ૩૦ જેટલી બેંકોમાં સુરક્ષા સંબંધિત વ્યવસ્થા અંગે જાણકારી એકત્રીત કરાઇ હતી. તેમજ બેન્કમાં ચોરી,ચીલઝડપ કે લૂંટ જેવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી સુરક્ષાના નિયમોનું પાલન થાય તે મુદ્દાઓ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

પોલીસ તંત્ર દ્વારા આ અંગે બેન્કમાં જરૂરી આધુનિક સીસીટીવી કેમેરાની સિસ્ટમ તેમજ સિક્યોરિટી ગાર્ડનો પહેરો જાળવવા તમામ બેંકોને અનુરોધ કરાયો હતો.આ ઉપરાંત પણ જો કોઈ અનિચ્છિનીય બનાવ બને ત્યારે પોલીસ તંત્રને કઈ રીતે સત્વરે જાણકારી આપવી તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Next Story
Share it