Connect Gujarat
Featured

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે BCCIએ ભારતીય ક્રિકેટ ટીમની કરી જાહેરાત, કે.એલ. રાહુલને સોંપી વાઈસ કેપ્ટનની જવાબદારી

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે BCCIએ ભારતીય ક્રિકેટ ટીમની કરી જાહેરાત, કે.એલ. રાહુલને સોંપી વાઈસ કેપ્ટનની જવાબદારી
X

હાલ IPL 2020માં ખેલાડીઓ પોતાનું પર્ફોર્મન્સ બતાવી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે BCCIએ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળ ટી-ટ્વેન્ટી, વન ડે અને ટેસ્ટ મેચની સીરિઝ ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે. બન્ને દેશ વચ્ચે ત્રણ ટી ટ્વેન્ટી, ત્રણ વન ડે અને 4 ટેસ્ટ મેચ યોજાશે. પ્રથમ મેચ 27 નવેમ્બરે શરૂ થશે.

રોહિત શર્મા અને ઈશાંત શર્માને ઈજાના કારણે ટીમમાં સ્થાન મળ્યું નથી. તો કે.એલ.રાહુલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. તો ટી ટ્વેન્ટી ટીમમાં વરુણ ચક્રવર્તીને સ્થાન આપવામાં આવ્યું છે. વરુણે હાલ ચાલી રહેલી IPLમાં અત્યાર સુધી 13 વિકેટ ખેરવી છે.તો ટેસ્ટ ટીમમાં મોહંમદ સિરાજને પણ જગ્યા મળી છે. આ બન્ને ખેલાડીઓ સૌ પ્રથમ વખત ઈન્ટરનેશનલ મેચમાં પદાર્પણ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે પસંદ કરેલ ખેલાડીઓની લિસ્ટ

  1. વિરાટ કોહલી
  2. શિખર ધવન
  3. મયંક અગ્રવાલ
  4. કે.એલ.રાહુલ
  5. શ્રેયસ અય્યર
  6. મનીષ પાંડે
  7. હાર્દિક પંડ્યા
  8. સંજુ સૈમસન
  9. રવિન્દ્ર જાડેજા
  10. વોશિંગ્ટન સુંદર
  11. યુજવેંદ્ર ચહલ
  12. જસપ્રીત બુમરાહ
  13. મોહમંદ શમી
  14. નવદીપ સૈની
  15. દીપક ચાહર
  16. વરુણ ચક્રવર્તી
  17. શુભમન ગિલ
  18. કુલદિપ યાદવ
  19. શાર્દુલ ઠાકુર
  20. પૃથ્વી શો
  21. ચેતેશ્વર પુજારા
  22. અજિંક્ય રહાણે
  23. હનુમા વિહારી
  24. ઋદ્ધિમાન સાહા
  25. ઋષભ પંત
  26. ઉમેશ યાદવ
  27. આર.અશ્વિન
  28. મોહંમદ સિરાજ

Next Story