ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ તેમના કર્મચારીઓને રસીનું કવચ પુરૂ પાડી રહી છે. દક્ષિણ ગુજરાત વીજકંપનીની ભરૂચ ખાતેની કચેરીમાં વેકસીનેશનનું આયોજન કરાયું હતું.
ભરૂચ સિટી ડિવિઝન ઓફિસ ખાતે ડીજીવીસીએલ મેનેજમેન્ટ તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના માધ્યમથી ખાસ વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વીજકંપનીના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં 150 જેટલા કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભાજપના જિલ્લા મંત્રી નિશાંત મોદી, જીજ્ઞેશ મિસ્ત્રી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડોદરા વિભાગના સહ કાર્યવાહ નિરવ પટેલ તથા ડિપલભાઈ સાપા તથા નગરસેવક ગણેશ કાયસ્થ તેમજ ભાજપના યુવા કાર્યકર મિહિરભાઇ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી રસી લેનારા તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે હાલ દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહયું છે.