ભરૂચ : ચંદેરીયામાં જયપાલસિંહ મુંડા ડીમ્ડ યુનિવર્સીટીનું કરાયું ભુમિપુજન

New Update
ભરૂચ : ચંદેરીયામાં જયપાલસિંહ મુંડા ડીમ્ડ યુનિવર્સીટીનું કરાયું ભુમિપુજન

ભરૂચ જિલ્લાના ચંદેરીયા ગામે બીટીપીના ધારાસભ્યો છોટુભાઇ વસાવા અને મહેશ વસાવાની હાજરીમાં જયપાલસિંહ મુંડા ટ્રાયબલ ડીમ્ડ યુનિવર્સીટીનું ભુમિપુજન કરવામાં આવ્યું હતું.

રવિવારના રજો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાની હાજરીમાં વાલિયા તાલુકાના ચંદેરીયા ખાતે જયપાલસિંહ મુંડા ટ્રાઇબલ ડીમ્ડ યુનિવર્સિટીનું ભુમિપુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આ સરકાર આદિવાસી વિરોધી છે અને આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહયાં છે. જયપાલસિંહ મુંડા યુનિવર્સીટીમાં એસ.ટી. એસ.સી. ઓબીસી અને માયનોરિટી તથા દબાયેલા કચડાયેલા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ આપવામાં આવશે. આ અવસરે મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.