Connect Gujarat
ગુજરાત

ભરૂચ : હાથાકુંડી ગામે પતિ-પત્નીના સંબંધો પર ઉડ્યા લોહીના છાંટા, આડા સંબંધનો વહેમ રાખી પતિએ કરી પત્નીની હત્યા

ભરૂચ : હાથાકુંડી ગામે પતિ-પત્નીના સંબંધો પર ઉડ્યા લોહીના છાંટા, આડા સંબંધનો વહેમ રાખી પતિએ કરી પત્નીની હત્યા
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામમાં રહેતા પતિ-પત્નીના સંબંધો પર ઊડ્યાં લોહીના છાંટા ઊડ્યાં છે. પત્નીના આડા સંબંધનો વહેમ રાખી પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, હાથાકુંડી ગામમાં રહેતા ભુપત વસાવા અને તેની દિવ્યાંગ પત્ની સરલા વસાવા વચ્ચે આડાસબંધોની શંકા બાબતે છેલ્લા 3 દિવસથી તકરાર ચાલતી હતી. જેમાં પતિ ભુપત વસાવાએ પોતાની પત્ની સરલા વસાવાને તેના ફળીયામાં જ રહેતા એક છોકરા સાથે આડાસબંધની શંકાએ ચપ્પુ વડે ગળા અને માથાના ભાગે જીવલેણ હુમલો કરતાં પત્ની સરલા વસાવા મોતના મુખમાં ધકેલાઇ ગઇ હતી.

સમગ્ર બનાવની જાણ પરીવારના સભ્યો અને આજુબાજુના રહીશોને થતાં ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતે મૃતક સરલા વસાવાના ભાઇ મુકેશ વસાવાએ પોતાના બનેવી ભુપત વસાવા સામે વાલિયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે ઘટનાની ગંભીરતા જાણી ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ ભુપત વસવાને ઝડપી પાડ્યો હતો.

Next Story