ભરૂચમાં નર્મદા નદીની સપાટી 29 ફૂટે પહોંચી : 300થી વધુ લોકોનું સ્થળાંતર

242

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 30 ફૂટને વટાવી ચુકી છે. નદી ભયજનક સપાટીને પાર કરી જતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરાયું છે.

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ ફરી એક વખત ભયજનક સપાટી વટાવી છે. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળવાની શરૂઆત થઇ ચુકી છે. ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં વર્ષો બાદ ફરીથી નાવડીઓ ફરતી જોવા મળી રહી છે. અંકલેશ્વર તાલુકાના સરફુદીન સહીતના ગામોમાં નદીના પાણી આવી જતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમા઼ 300થી વધારે લોકોને સ્થળાંતરીત કરાયાં છે. ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ અંગે કનેકટ ગુજરાતના સંવાદદાતા રાકેશ ચૌમાલ પાસેથી વધુ વિગતો મેળવીશું.

LEAVE A REPLY