Connect Gujarat
ગુજરાત

ભરૂચ: અધિક જીલ્લા કલેકટરે પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓ પર પ્રતિબંધ જાહેર કરતાં મૂર્તિકારોમાં ફફડાટ

ભરૂચ: અધિક જીલ્લા કલેકટરે પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓ પર પ્રતિબંધ જાહેર કરતાં મૂર્તિકારોમાં ફફડાટ
X

સુપ્રીમ કોર્ટ ની ગાઈડ લાઈન્સ મુજબ નર્મદા નદી માં પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમાઓ ને ન વિસર્જન કરવા માટે આદેશ ના પગલે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર એ પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમા ઓ ઉપર પ્રતિબંધિત પરિપત્ર જાહેર કરતા પરિપત્ર નો કડકાઈ થી અમલ થાય તેવી ગણેશ મંડળો દ્વારા માંગ કરવામાં આવી છે.

ભરૂચ શહેર માં શ્રીજી ભક્તો દ્વારા ૫૦૦૦ થી વધુ શ્રીજી ની પ્રતિમાઓ નું સ્થાપન કરી ગણેશ ઉત્સવ ની ઉજવણી કરતા હોય છે પરંતુ સુપ્રીમ કોર્ટ ની ગાઈડ લાઈન્સ મુજબ નર્મદા નદી માં પીઓપી ની શ્રીજી ની પ્રતિમા વિસર્જિત ન કરવા દેતા શ્રીજી ભક્તો મૂંઝવણ માં મુકાઈ જઈ પોતાના શ્રીજી ને વિસર્જન કરવા માટે ભાડભૂત જવાની ફરજ પડી હતી.આ વર્ષે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરીસ ની પ્રતિમા બનાવનાર મૂર્તિકારો પર કડક કાર્યવાહી કરે તેવી ગણેશ મંડળો ના કેટલાક આયોજકો એ જીલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.જેને લઈને જીલ્લા વહીવટી તંત્ર એ પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમાઓ પર પ્રતિબંધિત પરિપત્ર જાહેર કરતા આ પરિપત્ર ને કડક્ડાઇ થી થાય તેવી માંગ ઉઠવા પામી છે.

ગત વર્ષે શ્રીજી વિસર્જન ના પગલે પડેલી હાલાકી ના કારણે આ વર્ષે પ્લાસ્ટર ઓફ પેરીસ ની પ્રતિમાઓ પર પ્રતિબંધ નો કડક અમલ થાય તે માટે સતચેતના પર્યાવરણ સંગઠન તથા ઉત્સવ સમિતિ દ્વારા ભરૂચ માં પીઓપી ની પ્રતિમા બનાવતા મૂર્તિકારો પર કડક કાર્યવાહી કરી પ્લાસ્ટર ઓફ પેરીસ ની પ્રતિમા નો ઉપયોગ ગણેશ મંડળો ના કરી શકે તે માટે ભરૂચ જીલ્લા કલેકટર ને ગણપતિ ઉત્સવ ના બે માસ પહેલા આવેદન પત્ર પાઠવી પીઓપી ની પ્રતિમા બનાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે ભરૂચ ના ગણેશ યુવક મંડળો ઈકો ફ્રેન્ડલી પ્રતિમા તરફ વડે તેવી માંગણીઓ કરી છે પરંતુ જીલ્લા વહીવટી તંત્ર પ્લાસ્ટર ઓફ પેરીસ ની મૂર્તિ બનાવનારા મૂર્તિકારો સામે કાર્યવાહી ન કરતા આવ વર્ષે પણ ભરૂચ માં ૨૦ થી ૨૫ ફૂટ ની પ્લાસ્ટર ઓફ પેરીસ ની પ્રતિમા બનાવવા માટે ગણેશ યુવક મંડળો એ મૂર્તિકારો ને બનવવા માટે ઓર્ડર પણ આપ્યા હોય તેમજ મૂર્તિઓ બુક પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

જો કે અત્રે ઉલ્લેખનીય બાબતે એ છે કે ભરૂચ માં વિવિધ સેવા ભાવિ સંસ્થાઓ એ પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમાઓ પર કડક્ડાઇ થી અમલ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યા બાદ જીલ્લા અધિક કલેકટર પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમાઓ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જાહેર કરતા આ પ્રીબંધિત પરિપત્ર નો કડકાઈ થી અમલ કરે તેવી માંગ કરી છે ત્યારે ભરૂચ ના અનેક મૂર્તિકારો એ પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમાઓ વેચાણ અર્થે મૂકી છે તે તમામ પ્રતિમોઓ જપ્ત કરાઈ તેવી માંગ ગણેશ મંડળના પ્રમુખ પ્રકાશ મોદીએ કરી છે.

Next Story