જીયો ઔર જીને દોની વિચાર ધારા સાથે ટંકારીયા ખાતે કોંગ્રેસની સભા મળી

New Update
જીયો ઔર જીને દોની વિચાર ધારા સાથે ટંકારીયા ખાતે કોંગ્રેસની સભા મળી

લોકસભા ચુંટણી પ્રચાર આજે બંધ થવાના છે ત્યારે છેલ્લે- છેલ્લે પણ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા એડી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. કોઇ પાર્ટી દ્વારા વિશાળ બાઇક રેલી યોજી મતદાન કરવા અપીલ કરાઇ તો કોઇ પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારક અને બોલીવુડ અભિનેત્રીને બોલાવી મતદાન કરવા અપીલ કરાઇ હતી.

ભરૂચના ટંકારીયા ખાતે યોજાયેલ કોંગ્રેસ પ્રચાર સભામાં કોંગ્રેસના બિહારના પ્રભારી અને સ્ટાર પ્રચારક શક્તિસિંહ ગોહીલ સાથે બોલીવુડ અભિનેત્રી અમિશા પટેલ ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

સભાની શરૂઆત સ્ટાર પ્રચારક શક્તિસિંહ ગોહીલે રાહુલ ગાંધીના વિચાર જીયો ઔર જીનેદો થી કરી તેને કોંગ્રેસની વિચારધારા ગણાવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, મઝહબ નહીં શીખાતા આપસમે બૈર રખના હીંદી હૈ હમ વતન હૈ હિન્દુસ્તા હમારા,આ દેશ માટે જેણે આઝાદીની લડાઇ લડી તે એટલે જીત્યા કારણ હિન્દુ અને મુસલમાન ભાઇભાઇ બની લડતા હતા. આજના રાજકારણમાં જે ચુંટણી ચાલે છે તેમાં બે પ્રકારના લોકો છે કહી નામ બોલ્યા વગર મોદી પર નીશાન તાકી કહ્યું ૨૦૧૪માં નીકળ્યા હતા. જયાં ગયા ત્યાં કરી ખ્વાબોની બારીસ,ભાઇઓ બહેનોની વચ્ચે જાય તો કહે બે કરોડ નોકરી દરેક વર્ષે એમ કહેતા હતા અને ચુંટણી પુરી થઈ એટલે હું કોણ અને તું કોણ ? અમીત શાહે ચુંટણી પછી કહ્યું કે ચુનાવમેં જો કહેતે હૈ, વો તો ઝુમલે હોતે હૈ, કામ થોડી કરના હૈ.બીજી તરફ રાહુલ ગાંધી છે, જે દીલથી માને છે તે જ બોલે છે અને એ બોલે છે તે કરીને બતાવે છે.

દેશ વિશે બોલતા તેમણે કહ્યું આ દેશ ઉદ્યોગપ્રધાન દેશ નથી.આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. માટે રાહુલ ગાંધીએ કહ્યું કે બે બજેટ રજૂ થશે એક આમ લોકો માટેનું અને બિજું કિસાનો માટેનું,ત્રણ રાજ્યો ની હમણાં ચુંટણી થઇ તેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર લાવો ૧૦ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરીશું અને સરકાર બનતા જ માત્ર ત્રણ દિવસમાં જ ખેડૂતોનું દેવું માફ કર્યું. તેમણે ભાજ્પ પર પ્રહાર કરતા તેની વિચારધારા જીયો ઔર મારા ડાલોની ગણાવી ૨૦૧૪નો મોદીએ કરેલા વાયદાનો વિડીયો બતાવ્યો હતો. અને કહ્યું કે પાંચ વર્ષ થયા પણ ખેડૂતોનું દેવું માફ ના કર્યું. કહી શેરખાનને જંગી મતો આપી કોંગ્રેસને મજબુત કરવા અપીલ કરી હતી.

તો ટંકારીયા ખાતે ખાસ પધારેલ બોલીવુડની અભિનેત્રી અમીશા પટેલે ઘોમઘગતા તાપમાં કહોના પ્યાર હૈ નું ગીત લલકારી કહોના કોંગ્રેસસે પ્યાર હૈ, શેરખાન સે પ્યાર હૈ, અહેમદ પટેલસે પ્યાર હૈ કહી મોટા પરદા ઉપર જેમ તેને સફળતા અને પ્રેમ આપ્યો તેમા કોંગ્રેસને ભવ્ય મતોથી શેરખાનને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. અંતમાં શેરખાને તેને મત આપી અપાવી વિજયી બનાવવા ની અપીલ કરી હતી.

Latest Stories