ભરૂચ : આફ્રિકાના વેન્ડામાં ટંકારીયાના વેપારી લુંટાયા, જુઓ સીસીટીવી ફુટેજ

0

દક્ષિણ આફ્રિકાના વિવિધ શહેરોમાં વસતા ગુજરાતીઓ હવે અસલામતી અનુવભી રહયાં છે. સરળતાથી પૈસા મેળવવા માટે તેઓ નિગ્રો લુંટારૂઓના નિશાને ચઢી જતાં હોય છે. ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં રહેતાં અને વેન્ડામાં દુકાન ધરાવતાં વેપારીની દુકાનમાં લુંટ ચલાવી રહેલાં નિગ્રો લુંટારૂઓનો વિડીયો વાયરલ થયો છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાંથી હજારો લોકો આફ્રિકાના વિવિધ શહેરોમાં રોજગારી માટે સ્થાયી થયાં છે. ગુજરાતની પ્રજા સાહસિક અને ઉદ્યમશીલ હોવાથી જયાં જાય ત્યાં સફળતા મેળવતી હોય છે. સાઉથ આફ્રિકામાં પણ અથાગ મહેનતથી ગુજરાતીઓએ મોટાભાગના શહેરોમાં પોતાનો દબદબો પ્રસ્થાપિત કરી લીધો છે. ગુજરાતીઓ ધનિક બની જતાં હવે તેઓ સ્થાનિક નિગ્રો લોકોના નિશાના પર આવી ગયાં છે. છાશવારે નિગ્રો લુંટારૂઓ તેઓને લુંટી લેતાં હોય છે. ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના રૂસ્તમભાઇ આફ્રિકાના વેન્ડા શહેરમાં દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં કેટલાક નિગ્રો લુંટારૂઓ બંદુક સાથે ધસી આવ્યાં હતાં અને બંદુકની અણીએ દુકાનમાં લુંટ ચલાવી હતી. આ ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઇ રહયો છે. 

દક્ષિણ આફ્રિકાના વિવિધ શહેરોમાં ગુજરાતીઓની વસતી વધારે છે. ગુજરાતના લોકો શાંતિપ્રિય હોવાથી લુંટારૂઓનો પ્રતિકાર કરતાં ગભરાય છે અને લુંટારૂઓનો પ્રતિકાર કરવામાં આવે તો તેઓ ગોળી મારી દેતા પણ અચકાતાં નથી. આવા સંજોગોમાં છેલ્લા ઘણા સમયથી લુંટના બનાવો વધી રહયાં છે. ભરૂચમાં વસતા સ્વજનોએ અનેક વખત વિદેશ મંંત્રાલયમાં રજુઆત કરી ગુજરાતીઓને સુરક્ષા પ્રદાન કરવાની માંગ પણ કરી છે. કેટલાક જાણકારોએ જણાવ્યું હતું કે, સ્થાનિક નિગ્રો લોકો ગુજરાતીઓને એટીએમ તરીકે ઓળખે છે અને જયારે પણ પૈસાની જરૂર પડે ત્યારે તેમને લુંટી લેતાં હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here