ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જયારે અન્ય એક ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો બુટલેગર પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાદેસર વેચાણ કરે છે, ત્યારે બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં સ્થળ પરથી પોલીસને વિદેશી દારૂની 186 નંગ બોટલ અને મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા 34 હજારથી વધુના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં રહેતા અન્ય એક બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.