Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ગણેશ વિસર્જનના આગલા દિવસે 2 સ્થળોએથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૫૯ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો

અંકલેશ્વર: ગણેશ વિસર્જનના આગલા દિવસે 2 સ્થળોએથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો
X

અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન ટાણે જ પોલીસે અલગ અલગ બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહીત ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીમાં રહેતો બુટલેગર ગણેશ ઉર્ફે ગણી રાજુ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૨૦ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૨૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો

બુટલેગર ગણેશ ઉર્ફે ગણી રાજુ વસાવા તેમજ નવા દીવા ગામનો બુટલેગર ગુમાન ઉર્ગે ગુલીયો કાલિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે આવી જ રીતે ભરૂચ એલસીબીને તાડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર વિજય દલપત વસાવા વિદેશી દારૂનો જથ્થો લાવી મંજુબેન ગુમાન વસાવાને આપી વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૫૯ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર મંજુબેન વસાવાને ઝડપી પાડી હતી જયારે કુખ્યાત બુટલેગર વિજય દલપત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story