Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના દઢેડા ગામેથી દારૂ અને જુગારનો વેપલો કરતાં 3 ઇસમો ઝડપાયાં

મોનીટરીંગ સેલની ટીમે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ભેગા મળીને પેનથી વરલી મટકાના આંકડા લખતા જણાયા હતા.

ભરૂચ : ઝઘડીયાના દઢેડા ગામેથી દારૂ અને જુગારનો વેપલો કરતાં 3 ઇસમો ઝડપાયાં
X

ઝઘડીયા તાલુકાના દઢેડા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આંકડાનો વરલી મટકાનો જુગાર તેમજ વિદેશી દારૂનો વેપલો કરતાં ત્રણ ઇસમોને ઝડપી લીધાં છે જયારે અન્ય એક ફરાર થઇ જતાં તેને ઝડપી પાડવા કવાયત ચાલી રહી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના દઢેડા ગામે આંક ફરકનો વરલી મટકાનો જુગાર ચાલે છે. મોનીટરીંગ સેલની ટીમે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ભેગા મળીને પેનથી વરલી મટકાના આંકડા લખતા જણાયા હતા. ઘટના સ્થળેથી પકડાયેલ શ્રવણ ઉર્ફે સાવન વસાવાના ઘરે વિદેશી દારૂનો જથ્થો હોવાની પણ માહિતી મળતાં તેના ઘરેથી દારુની બોટલો તથા તિજોરીમાંથી સટ્ટા બેટિંગના રૂપિયા મળ્યાં હતાં. પોલીસે સાવન વસાવાની સાથે મિનેશ વસાવા અને કિરણ વસાવાની ધરપકડ કરી છે. અન્ય કથિત આરોપી રવિ વસાવા ફરાર થઇ ગયો હતો. પોલીસે 1.21 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી છે જયારે ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ ઝઘડીયા પોલીસમાં દોડધામ જોવા મળી રહી છે.

Next Story