ભરૂચ: ઝઘડિયાના કરાડ ગામની સીમમાંથી ૯ ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરાયો

ઝઘડિયા તાલુકાના કરાડ ગામના ખેડુત ધર્મેન્દ્ર પટેલના ખેતરમાં એક મહાકાય અજગર દેખાતા ધર્મેન્દ્ર પટેલ દ્વારા ઝઘડિયા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી

New Update

ઝઘડિયા તાલુકાના કરાડ ગામના ખેડુત ધર્મેન્દ્ર પટેલના ખેતરમાં એક મહાકાય અજગર દેખાતા ધર્મેન્દ્ર પટેલ દ્વારા ઝઘડિયા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમ દ્વારા કરાડ ગામની સીમમાં આવેલ ધર્મેન્દ્ર પટેલના શેરડીના ખેતરમાં પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ નવ ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.ઝઘડિયા સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા સુનિલ વર્મા તેમજ તેઓની ટીમના સભ્યો અને વનવિભાગની ટીમ દ્વારા રેસ્ક્યું કરાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત વન્ય વિસ્તાર છોડી મુકવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું

Latest Stories