Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વિધર્મી દ્વારા સોશિયલ મીડિયા પર અન્ય સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાય, જુઓ પછી શું થયું..!

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ નામના ફેસબુક પેજ ઉપર રામ ભગવાન મુદ્દે હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકવામાં આવી હતી.

ભરૂચ : વિધર્મી દ્વારા સોશિયલ મીડિયા પર અન્ય સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાય, જુઓ પછી શું થયું..!
X

ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકતા મામલો બી' ડિવિઝન પોલીસ મથકે પહોચ્યો હતો. સમગ્ર મામલે બી' ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાનો ઝડપી જમાનો ચાલી રહ્યો છે. પરંતુ કેટલાય લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ નહીં. પરંતુ દુરુપયોગ કરતા હોવાની ઘટના સામે આવી રહી છે. ભરૂચમાં સોશિયલ મીડિયા ફેસબુક પેજ ઉપર અન્ય સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકતા ભરૂચ બી' ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી જશવંતસિંહ ગોહિલે ભરૂચ બી' ડિવિઝન પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સવારે મારૂ ફેસબુક એકાઉન્ટ ખોલ્યું, ત્યારે મને એક પોસ્ટ જોવા મળી. જેમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ નામના ફેસબુક પેજ ઉપર રામ ભગવાન મુદ્દે હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકવામાં આવી હતી. જેમાં અભદ્ર કોમેન્ટ પણ જોવા મળી છે. ભરૂચ જિલ્લામાં શાંતિભર્યા માહોલને બગાડવાનું ષડયંત્ર રચનારાઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ભરૂચ બી' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના ફેસબુક પેજ ઉપર હિન્દુ સમાજની લાગણી દુભાય તેમજ વાતાવરણ દોહડાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના પગલે બી' ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી ફેશબુક ઉપર મુકેલી પોસ્ટ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Next Story