ભરૂચ: આમોદના સરભાણ ગામે સગીરા પર દુષ્કર્મ આચરી હત્યાના બનાવમાં કલેક્ટરને આવેદન પાઠવી નરાધમને ફાંસીની સજા આપવા માંગ

ગામની સીમા લાકડા વીણવા ગયેલી ૧૪ વર્ષીય સગીરા ઉપર ગામના જ નરાધમે દુષ્કર્મ આંચરી તેની હત્યા કરવાના પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે

New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે ગામની સીમા લાકડા વીણવા ગયેલી ૧૪ વર્ષીય સગીરા ઉપર ગામના જ નરાધમે દુષ્કર્મ આંચરી તેની હત્યા કરવાના પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ નરાધમને ફાંસીની સજા આપવાની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેકટર ખાતે દોડી આવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી

આમોદ તાલુકાના સરભાણ ગામે ગત ૧૪ નવેમ્બર ૨૦૨૧ના રોજ ગામની સગીરા લાકડા વીણવા ગઈ હતી, ત્યારબાદ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારોએ તેની શોધખોળ કરતા સગીરા અવાવરું જગ્યાથી ની:વસ્ત્ર અવસ્થામાં મળી આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને જે જગ્યાએ ઘટના ઘટી હતી તે સ્થળે સીસીટીવી કેમેરાનો અભાવ હોવાના કારણે પોલીસે પણ મહા મહેનતે આખરે સગીરાની હત્યા કરનાર નરાધમને શંકાના આધારે ઝડપી પાડી તેનું મેડિકલ ટેસ્ટ કરાવતા રેપ વીથ મર્ડરનો ભેદ ઉકેલાયો હતો. જેમાં ગામનો રહીશ આરોપી નીકળ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી, ત્યારે ઝડપાયેલા આરોપીનો ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને ૭૦ દિવસમાં આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.