અંકલેશ્વર : બાકરોલ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલ ST બસના ચાલકે અડફેટે લેતા બાઈકસવારનું ઘટના સ્થળે મોત

પુરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસે બાઈકસવાર યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર બાકરોલ બ્રીજ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલ એસટી બસના ચાલકે બાઈકસવારને અડફેટે લેતા ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, તા. 5 ઓગષ્ટના રોજ સવારના અરસામાં બાઈક નં. GJ-16-BJ-4764 લઇ એક યુવાન અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર બાકરોલ ગામ નજીક આવેલ બ્રીજ પાસેથી પસાર થઇ રહ્યો હતો, તે દરમ્યાન રોંગ સાઈડથી પુરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસ નં. GJ-18-Z-6181ના ચાલકે બાઈકસવાર યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, ત્યારે અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.