Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મોંઘવારીના વિરોધમાં ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરાયો...

દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે. રાંધણ ગેસ પેટ્રોલ-ડીઝલ, સીએનજી, શાકભાજી તેમજ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને છે,

ભરૂચ : મોંઘવારીના વિરોધમાં ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરાયો...
X

દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે. રાંધણ ગેસ પેટ્રોલ-ડીઝલ, સીએનજી, શાકભાજી તેમજ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, ત્યારે દેશનો દરેક નાગરિક આ મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડીયા ચાર રસ્તા ખાતે મોંઘવારીના મુદ્દે વર્તમાન સરકારનો વિરૂદધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર વિરોધ પ્રદર્શન સાથે સાથે ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો. જેના કારણે ધોરીમાર્ગ પર વાહનોની કતાર લાગી હતી. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી મોંઘવારી હટાવવાની માંગ સાથે વડાપ્રધાનના રાજીનામાની પણ માંગણી કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ફતેસિંગ વસાવા, ધર્મેન્દ્રસિંહ છાસિયા, કાંતિ પરમાર, નટુ પરમાર, ભુપેન્દ્રસિંહ રાવલજી, ધનરાજ વસાવા, અનિલ પંડ્યા અને રમેશ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story