New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના નવાગામ કરાર વેલનો કુખ્યાત બુટલેગર સતીષ વસાવાએ વિદેશી દારૂનું ઝઘડિયા જીઆઇડીસી ખાતે આવેલી બ્લેક રોઝ કંપનીની બાજુમાં કટીંગ કરવાનો છે. બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ ૨,૩૭૬ કિંમત રૂપિયા ૨,૩૭,૬૦૦ એક પીક અપ, મોટરસાયકલ તેમજ ઝડપાયેલા આરોપીની અંગઝડતી તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૬,૬૦,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી રવિદાસ વસાવા રહે. લિંગ સ્થળી તા. ડભોઇ જિ. વડોદરાની ધરપકડ કરી હતી જ્યારે 3 આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે કુખ્યાત બુટલેગર સતિષ વસાવા વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.