Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝાડેશ્વર ગામે કરુણા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત શ્વાનને સારવાર અપાય

શહેરમાં ૧૯૬૨ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડો.નીરવ પશુઓ કે જાનવરો બીમાર પડે ત્યારે ખૂબ સરાહનીય તબીબી સેવા આપી નવજીવન આપે છે

ભરૂચ: ઝાડેશ્વર ગામે કરુણા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત શ્વાનને સારવાર અપાય
X

ગામ સુથાર ફળિયા પાસે કરુણા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ શ્વાનને તત્કાલ સારવાર આપવામાં આવી.

ભરૂચ શહેરમાં ૧૯૬૨ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડો.નીરવ પશુઓ કે જાનવરો બીમાર પડે ત્યારે ખૂબ સરાહનીય તબીબી સેવા આપી નવજીવન આપે છે જેના ઘણા કિસ્સા ભરૂચ શહેરમાં જોવા મળ્યા છે ત્યારે એવો એક કિસ્સો આજે સુથાર ફળિયા પાસે જોવા મળ્યો જેમાં જીજ્ઞેશભાઈ નામના વ્યકિત દ્વારા શ્વાનને તત્કાલ સારવાર માટે ફોન આવતા કરુણા એમ્બ્યુલન્સના ડો.નીરવ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.શ્વાનને તપાસ કરતા જાણવા મળ્યું કે શ્વાનને પેટના ભાગે મોટો ચીરો પડી ગયો હતો અને એક પગ પણ ભાગી ગયેલો હતો શ્વાનને બચાવવા અને પીડા મુક્ત કરવા 2 કલાકની મહેનતથી પેટ પર પડી ગયેલા ઘાને ટાંકા મારીને અને ભાગી ગયેલા પગને પ્લાસ્ટર કરીને યોગ્ય સારવાર આપી હતી .

Next Story