Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સેવાશ્રમ રોડ પર પેવર બ્લોકની કામગીરી વેળા ગટરનું ઢાંકણું તૂટી પડ્યું, ગટરમાં ખાબકતાં વાહનચાલકને ઇજા..!

શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધી નિર્માણ પામી રહેલ પેવર બ્લોક રોડ પર ગટરનું ઢાંકણું તૂટી પડતા વાહનચાલક ગટરમાં ખાબક્યો હતો.

X

ભરૂચ શહેરના શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધી નિર્માણ પામી રહેલ પેવર બ્લોક રોડ પર ગટરનું ઢાંકણું તૂટી પડતા વાહનચાલક ગટરમાં ખાબક્યો હતો.

ભરૂચના શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના રોડ પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહે છે. પરંતુ અહી દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ માર્ગ જળબંબાકાર બની જાય છે, ત્યારે શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધીના 900 મીટરના રોડ પર પાલિકા દ્વારા રૂ. 2.95 કરોડના ખર્ચે પેવર નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જોકે, રોડની કામગીરી શરૂ થતાં જ આસપાસના દુકાનદારોએ કામગીરીનો વિરોધ કરતાં વિવાદ વકર્યો હતો, જ્યારે આજે ફરી એકવાર પેવર બ્લોક રોડની કામગીરીમાં સવાલ ઊભા થતાં આ માર્ગ વિવાદમાં આવ્યો છે. નવા બની રહેલા રોડ પર ગટરનું ઢાંકણું તૂટી પડતા વાહનચાલક ગટરમાં ખાબક્યો હતો. આ ઘટનામાં વાહન ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. બનાવના પગલે સેવાશ્રમ રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. તો બીજી તરફ, શક્તિનાથ અંડરબ્રિજથી પાંચબત્તી સુધી નિર્માણ પામી રહેલ પેવર બ્લોક રોડની તકલાદી કામગીરી થતાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે.

Next Story