Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયા તાલુકાનાં લીંબેટ ગામે પુત્રએ કરી જ કરી સગા પિતાને મોતને ઘાટ ઉતાર્યો,જાણો સમગ્ર મામલો....?

લીંબેટ ગામે નજીવી બાબતે સગા દીકરાએ પિતાને માર મારતા ઇજાગ્રસ્ત પિતાને હત્યારો પુત્ર સારવાર માટે આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત થતા પોલીસે મૃતકના સગા દીકરા સામે હત્યાનો ગુનો દાખલ કરી

ભરૂચ : ઝઘડીયા તાલુકાનાં લીંબેટ ગામે પુત્રએ કરી જ કરી સગા પિતાને મોતને ઘાટ ઉતાર્યો,જાણો સમગ્ર મામલો....?
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લીંબેટ ગામે નજીવી બાબતે સગા દીકરાએ પિતાને માર મારતા ઇજાગ્રસ્ત પિતાને હત્યારો પુત્ર સારવાર માટે આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત થતા પોલીસે મૃતકના સગા દીકરા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લીંબેટ ગામે રહેતા સંજય વસાવા પોતાના જ પિતા છનાભાઈ વસાવાને કોઈ બાબતે ઝઘડો કરી છનાભાઇને સગા દીકરા એ જ લાકડાના સપાટા મારી ગંભીર ઇજા પહોંચાડતા હુમલો કરનાર પુત્ર સંજય વસાવા પોતે જ પોતાના પિતાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા એક રાત્રીની સારવાર બાદ વહેલી સવારે મોત થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.રાજપારડી પોલીસે અત્યારે પુત્ર સંજય વસાવાની ધરપકડ કરી મૃતક છનાભાઇ વસાવાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે પરંતુ એક પુત્રના હાથે જ પોતાના પિતાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે.

Next Story