New Update
ભરૂચ જિલ્લાપંચાતમાં ઘણા લાંબા સમયથી રેકોર્ડ રૂમની જરૂરિયાસ જણાતી હતી ત્યારે રૂ. 50લાખના ખર્ચે નિર્માણ પામનાર રેકોર્ડ રૂમનું ખાત મુર્હત કરવામાં આવ્યું હતું.
ઘણા લાંબા સમયથી મહત્વના દસ્તાવેજ તેમજ અન્ય સાહિત્ય કાળજી પૂર્વક સાચવી શકાય તેવી કોઈ વ્યવસ્થા ભરૂચ જિલ્લા પંચાયત પાસે ન હતી. જેથી જિલ્લા પચાયતના પટાંગણમા રેકોર્ડ સકુલ તૈયાર કરવા અંગે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, ધારાસભ્ય દુષ્યંત પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા