ભરૂચ: કાનમ પ્રદેશના ધરતીપુત્રોની આવી હાલત ! ઊભો પાક ખેતરમાંથી કાઢવા મજબૂર

કોટન કિંગ ભરૂચમાં ખેડૂતોની દયનીય હાલત, કેમિક્લની અસરના કારણે ઊભા પાકને નુકશાન.

New Update

ભરૂચમાં કેમિકલની અસરના કારણે કપાસ સહિતના પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે ત્યારે હવે ધરતીપુત્રો ખેતરમાં ઊભા પાકને કાઢી ફેંકવા મજબૂર બન્યા છે.

ભરૂચના આમોદ તાલુકાના રોઝાટંકારીઆ ગામના ખેડૂતે કપાસના પાકમાં આવેલ વિકૃતિની માવજત કરવા છતાં પરિણામ શૂન્ય છે. જેને પગલે કેટલાક ખેડૂતોએ પોતાના કિંમતી પાકને કાઢવાની ફરજ પડી છે.ઉદ્યોગોના પ્રદુષણથી કપાસ,તુવેર અને વૃક્ષોમાં આવેલ વિકૃતિના રિપોર્ટ કૃષિ તજજ્ઞનોએ આપ્યા હોવા છતાંયે હજુ સુધી કોઈજ નક્કર કાર્યવાહી નહિ થતા જગતના તાત માં આક્રોશ જોવા મળી રહ્યો છે જો કે પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો પોતાનો મહામૂલો પાક નષ્ટ કરવા મજબૂર બન્યા છે અને પાકના છોડ ખેતરમાંથી કાઢી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે ભરુચ જિલ્લાના ભરુચ,વાગરા,આમોદ અને જંબુસરમાં કેમિકલ અસરના કારણે કપાસ સહિતના પાકને નુકશાન થઈ રહ્યું છે અને આ બાબતે વિવિધ ખેડૂત સંગઠનો વિરોધ પણ નોધાવી રહ્યા છે.

Latest Stories