Connect Gujarat
ભરૂચ

ભરૂચ: માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો,વાંચો ચોંકાવનારો કિસ્સો

ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે એક વ્યક્તિની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ: માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે એક વ્યક્તિએ  જીવ ગુમાવ્યો,વાંચો ચોંકાવનારો કિસ્સો
X

ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે એક વ્યક્તિની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મક તમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષીય સતપાલસિંગ રાઠોડ આજે સવારના સમયે તેમના ઘર પાસે આવેલ ઝાડ પાસે બેઠા હતા એ દરમ્યાન તેમની પાડોશમાં રહેતા દેવન વસાવાએ તેઓને માથાના ભાગે ધારિયાના ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા. સ્થાનિકોને આ અંગેની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સતપાલસિંગને ખાનગી વાહનમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર મળે એ પૂર્વે જ તેઓનું મોત નીપજયું હતું. આરોપી દેવન વસાવાએ મૃટ્ક પાસે 10 રૂપિયા માંગ્યા હતા જે ન આપતા હત્યા કરાય હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી

Next Story